HomeMorbiટંકારાના સરાયા ગામે યુવકે ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે પોસ્ટ વાયરલ કરતા પોલીસ...

ટંકારાના સરાયા ગામે યુવકે ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે પોસ્ટ વાયરલ કરતા પોલીસ એકશનમાં

મોરબીના ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકવામાં આવી કે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. યુવકે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર ગુપ્તી જેવું ધારદાર હથિયાર હાથમાં રાખીને ફોટો અપલોડ કર્યો હતો, જે ઝડપથી વાયરલ થતાં આખા વિસ્તારમાં ચકચાર મચી હતી.

મળતી માહિતી મુજબ, સરાયા ગામના કિશનભાઈ બાબુભાઈ ગમારા (ઉં. 20) એ ઇન્સ્ટાગ્રામ આઈડી mafiya_._302 પરથી આ પોસ્ટ મુકી હતી. ફોટામાં યુવક ધારદાર હથિયાર સાથે જોવા મળ્યો હતો અને તેના કારણે આસપાસના લોકોમાં ડર અને ભયનું વાતાવરણ ઉભું થયું હતું.

સ્થાનિક લોકોની જાણકારીના આધારે ટંકારા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસએ તપાસ હાથ ધરી અને યુવક સામે ગુન્હો નોંધ્યો હતો. આરોપી વિરુદ્ધ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સોશ્યલ મીડિયા પર ગુન્હા જેવા કૃત્યોને પ્રોત્સાહન આપતી કે લોકોમાં ભય પેદા કરતી કોઈપણ પોસ્ટ કાનૂની સજાને આમંત્રિત કરી શકે છે. પોલીસએ યુવાનોને ચેતવણી આપી છે કે આવા કારસામાં જોડાશે તો કાયદાનો ચકડોળ અનિવાર્ય બની રહેશે.

RELATED ARTICLES

Most Popular