HomeMorbiMaliya Miyanaમોરબી જિલ્લાના જૂના ઘાટીલા ગામે પોલીસે ત્રણ જુગારીને દબોચ્યા

મોરબી જિલ્લાના જૂના ઘાટીલા ગામે પોલીસે ત્રણ જુગારીને દબોચ્યા

રાજકોટ મહાનિરીક્ષક, મોરબી પોલીસ અધિક્ષક તથા ડાય.એસપી.ના સુચન મુજબ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને માળીયા મિયાણા પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે જુના ઘાટીલા ગામ નજીક ચેકડેમ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી ગંજીપાના પત્તા ૫૨, રોકડા રૂપિયા ૧૧,૮૦૦, ચાર મોટરસાયકલ કિ.રૂ. ૮૫,૦૦૦, ચાર્જિંગ લાઇટ કિ.રૂ. ૧૦૦ એમ કુલ કિ.રૂ. ૯૬,૯૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા આરોપીઓમાં મનુભાઈ બેચરભાઈ લોલાડિયા, રિજીભાઈ ઓમજીભાઈ ઉપાસરીયા અને મુકેશભાઈ વિઠ્ઠલભાઈ ઠાકર (ત્રણે રહે. જુના ઘાટીલા, તા. માળીયા મી. જી. મોરબી)નો સમાવેશ થાય છે. જ્યારે અલ્પેશભાઈ બબજલભાઈ સુરાણી, કિશનભાઈ બબજલભાઈ સુરાણી, અનિલભાઈ કલાભાઈ સનુરા, મુકેશભાઈ જગાભાઈ સુરાણી, દીલિપભાઈ હીરાભાઈ સુરાણી અને વિપુલભાઈ જગદીશભાઈ સુરાણી ફરાર છે, જેઓની પોલીસ તલાશ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સંપૂર્ણ કામગીરી માળીયા મિયાણા પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાઈ હતી.

RELATED ARTICLES

Most Popular