HomeMorbiટંકારામાં NDPS તથા શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ ડીટેઇન કરી...

ટંકારામાં NDPS તથા શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા શખ્સને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે કરાયો 

ટંકારા પોલીસ સ્ટેશનની ટીમે એન.ડી.પી.એસ તથા શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા એક શખ્સને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. છાસીયા ના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ તથા શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપી ધનજામભાઈ ઇબ્રાહીમભાઈ જુસબભાઈ આમરોણીયા (ઉંમર 24, રહે. કલ્યાણપર રોડ, સો-વારીયા પ્લોટ, આશાબાપીરની દરગાહ પાસે, ટંકારા, જી. મોરબી) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવી હતી.

વિગત અનુસાર, આરોપી નિઝામભાઈ ઇબ્રાહીમભાઈ આમરોણીયા (રહે. કલ્યાણપર રોડ, સો-વારીયા પ્લોટ, આશાબાપીરની દરગાહ પાસે, ટંકારા) સામે અગાઉ અનેક ગુનાની નોંધ થયેલી હતી. જેના પગલે ટંકારા પોલીસ દ્વારા તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લાના મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પાસા વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હવાલે કર્યો હતો. આ કાર્યવાહીથી વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવો વિશ્વાસ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular