Tuesday, May 5, 2026
HomeMorbiHalvadહળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે બે પક્ષોમાં બબાલ થતાં સામસામી ફરીયાદો

હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે બે પક્ષોમાં બબાલ થતાં સામસામી ફરીયાદો

Advertisement
Advertisement

હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે બે પક્ષોમાં નજીવી બાબતે વિવાદ થતા બંને પક્ષોએ એકબીજાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના બનાવે તંગદિલી ફેલાઈ છે. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરીયાદો નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, જુના ઇશનપુર ગામના મુકેશ ઉર્ફે મુન્નો સોંડાભાઈ સારોલા (ઉં. 30)એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જગદીશભાઈ બાલાભાઈ મકવાણા તથા પરાક્રમ ઉર્ફે પ્રકાશભાઈ છનાભાઈ મકવાણાએ જાહેર માર્ગ પર તેની મોટરસાયકલ અવરોધી ધમકીઓ આપી હતી. આરોપી જગદીશભાઈએ ફરીયાદીને ઘર બાજુથી ફરી બહાર નીકળશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તે દરમિયાન પરાક્રમ મકવાણાએ લાકડાનો ધોકો લઈને આવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.બીજી બાજુ, સામા પક્ષના પરાક્રમ ઉર્ફે પ્રકાશભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, મુકેશ ઉર્ફે મુન્નો સોંડાભાઈ ચારોલા અને તેના પરિવારજનોએ અગાઉ તેમના પિતા છનાભાઈ પર હથિયાર વડે હુમલો કર્યો હતો. આ જ જૂના વિવાદને કારણે જગદીશભાઈએ મુકેશને પોતાના ઘર પાસેથી ન નીકળવા કહ્યું હતું. એ દરમિયાન મુકેશએ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડની રાપ લઈને મારવા દોડી આવતા ધમકાવ્યા હતા.

બંને પક્ષોની ફરિયાદને આધારે હળવદ પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામાના ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular