HomeMorbiટંકારામાં ફોર વ્હીલ મામલે ખાર રાખી યુવક પર પાઇપ વડે હુમલો

ટંકારામાં ફોર વ્હીલ મામલે ખાર રાખી યુવક પર પાઇપ વડે હુમલો

મોરબીના ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા દિનેશભાઈ ખેંગારભાઈ ગોહેલ (ઉ.35) પર ખારખૂણાને કારણે હુમલો થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પંદર દિવસ પહેલા હડમતીયા ગામ ખાતે યોજાયેલા પાલનપીર મંદિરના મેળામાં આરોપી રવજીભાઈ પોલાભાઈ રાણવા (રહે. ધ્રુવનગર) એ ફરીયાદીને કહ્યું હતું કે, મારી ફોર વ્હીલ કાર કેમ જવા ન દીધી?

આ જ બાબતનો ખાર રાખી, આરોપીએ ટંકારા-ધ્રુવનગર વચ્ચે ફરીયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સાથે જ લોખંડના પાઇપ વડે કપાળે ગંભીર ઈજા પહોંચાડી હતી.

ફરીયાદીને મળેલી ઇજાને પગલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસએ ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular