HomeMorbiમોરબીના ઘુનડા ગામે એકટીવા ચોરી કરનાર 16 વર્ષીય કિશોર ઝડપાયો

મોરબીના ઘુનડા ગામે એકટીવા ચોરી કરનાર 16 વર્ષીય કિશોર ઝડપાયો

ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામેથી ચોરાયેલ એકટીવા વાહન સાથે એક 16 વર્ષીય કિશોરને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે. ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન સામે વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે, એક કિશોર મોરબીથી ટંકારા તરફ નંબર પ્લેટ કાઢીને એકટીવા લઈને આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી તેને રોક્યો હતો.

કિશોર પાસે એકટીવા અંગે આર.સી.બુક કે આધાર પુરાવા માગતા સંતોષકારક જવાબ ન મળ્યો. પોલીસએ પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશનમાં એન્જિન અને ચેસીસ નંબર ચેક કરતા માલૂમ પડ્યું કે, વાહન પન્નાબેન જયંતીભાઈ કાવર, રહે. મીલાપનગર સોસાયટી, શકત શનાળા (તા. જી. મોરબી)નું છે. આ વાહન અંગે ઘુનડા ગામના તળાવ પાસે રોડ પરથી ચોરી થયાની ફરીયાદ પહેલેથી નોંધાઈ હતી.

કિશોરે પણ પૂછપરછ દરમિયાન ચોરી કર્યાની કબુલાત આપી હતી. ટંકારા પોલીસે ચોરીનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular