HomeMorbiHalvadહળવદમાં પત્ની સાથે બોલાચાલીના પગલે યુવાને ઝેરી દવા પી જીવ ગુમાવ્યો

હળવદમાં પત્ની સાથે બોલાચાલીના પગલે યુવાને ઝેરી દવા પી જીવ ગુમાવ્યો

હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા મૂળ છોટા ઉદેપુરના વતની સબીર ઉર્ફે સમીર દુરસિંગ નાયક (ઉં. 27)એ પત્ની સાથે જમવાના મુદ્દે થયેલી બોલાચાલીને પગલે મનમાં લાગી આવતા ગત 16 સપ્ટેમ્બરના રોજ પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી.

તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular