HomeMorbiટંકારા ખાતે પાણીના નીકાલ મુદ્દે વિવાદ, પ્રૌઢને લાકડાના ધોકા વડે માર મરાયો 

ટંકારા ખાતે પાણીના નીકાલ મુદ્દે વિવાદ, પ્રૌઢને લાકડાના ધોકા વડે માર મરાયો 

ટંકારામાં પાણીના નીકાલ બાબતે થયેલા વિવાદને પગલે એક પ્રૌઢને ગાળો આપી લાકડાના ધોકા વડે મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ટંકારાની મઠવાળી શેરી, જુના આર્યસમાજની બાજુમાં રહેતા ગોવિંદભાઈ રણછોડભાઈ લો (ઉં.50) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આશરે પાંચ-છ દિવસ પહેલા વાડીના રસ્તામાં પાણીના નીકાલ બાબતે દિલીપભાઈ છગનભાઈ ઘેટીયા તથા છગનભાઈ રાધવજીભાઈ ઘેટીયા, બંને રહે. ગાયત્રીનગર, ટંકારાવાળાઓ સાથે તેમનો ઝઘડો થયો હતો.

ફરીયાદી અનુસાર, ટંકારાના ગાયત્રીનગર હનુમાનદાદા પાસે આરોપીઓએ ગુસ્સામાં આવીને લાકડાના ધોકા વડે મારમાર કરી ગાળો આપી અને “જાનથી મારી નાંખીશ” એવી ધમકી આપી હતી. પોલીસએ ફરીયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular