HomeMorbiHalvadહળવદના સુંદરગઢ ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

હળવદના સુંદરગઢ ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં મેરૂપરથી સુંદરગઢ જવાના રસ્તે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી વિગતો મુજબ, હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઘનશ્યામભાઈ ખેરની વાડીના શેઢા પાસે ત્રણ વ્યક્તિઓ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જોવા મળ્યા હતાં. પોલીસે રેડ કરી નટવરભાઈ અમરશીભાઈ નારીયાણી (ઉ. ૫૫), ભરતભાઈ હરજીવનભાઈ ભાડજા (ઉ. ૪૨, બંને રહે. મેરૂપર, તા. હળવદ)તથા હરેશભાઈ રતીલાલ મોટકા (ઉ. ૪૦ રહે. ચંદ્રપાર્ક સોસાયટી, સરા રોડ, હળવદ મૂળ રહે. મોટા અંકેવાડીયા, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રૂ. ૧૫,૩૦૦ નો મુદામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે. હળવદ પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular