રૂ. ૨૭,૫૫૦ નો મુદ્દામાલ જપ્ત વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમની સફળ કાર્યવાહી
વાંકાનેર તાલુકાના રીચ ચોકડી નજીક ઓરડી પાછળ જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા પાંચ ઇસમોને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા હતા. રેઇડ દરમિયાન કુલ રોકડ રૂ. ૧૯,૦૫૦ તથા મોબાઈલ ફોન નંગ ૦૫ કિ.રૂ. ૮,૫૦૦સહિત રૂ. ૨૭,૫૫૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ તથા વાંકાનેર વિભાગના નાથબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાની સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પો.ઈન્સ. બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે રેઇડ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન જુગાર રમતા નીચેના ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા:
દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા (રીચ સિરામીક પાસે, માટેલ રોડ) બાબુભાઈ ધમાભાઈ સારલા (મકતાનપર) ઉમેશભાઈ વેલજીભાઈ બાવરવા (માટેલ) વજુભાઈ જોરુભાઈ સાડ મીયા (રાજકોટ) રાજુભાઈ લાલજીભાઈ ચોહાણ (રીચ સિરામીક પાસે, માટેલ રોડ)
મૂદ્દામાલમાં રોકડ રકમ રૂ. ૧૯,૦૫૦, ગંજીપતાના પાના તથા મોબાઈલ ફોન નંગ ૦૫ કિ.રૂ. ૮,૫૦૦ મળી કુલ રૂ. ૨૭,૫૫૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં પો.હેડ.કોન્સ. એ.આર. બેરાણી, પો.કોન્સ. સામતભાઈ છુછીયા, રાજેશભાઈ પલાણી, બીજેશભાઈ બોરીચા વિગેરે જોડાયા હતા. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે જુગારધારા હેઠળ ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




