HomeMorbiMaliya Miyanaમાળીયા મીયાણામાં રૂ. 6.12 લાખના દેશી દારૂ સાથે સ્કોર્પિયો કાર પકડાઈ

માળીયા મીયાણામાં રૂ. 6.12 લાખના દેશી દારૂ સાથે સ્કોર્પિયો કાર પકડાઈ

માળીયા મીયાણા પોલીસ સ્ટેશને બાતમીના આધારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરી છે. નાઇટ રાઉન્ડ દરમિયાન માળીયા મી ત્રણ રસ્તા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન મહીન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર રજી. નં. GJ-36-AR-7027 શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળી હતી

જ્યારે પોલીસએ કારને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસ સ્ટાફે પીછો કરી કારને રોકી ચેક કર્યા ત્યારે કારમાંથી દેશી દારૂ પકડાઈ. જેમાં દેશી દારૂ 560 લીટર (કિંમત રૂ. 1,12,000) સ્કોર્પિયો કાર રૂ. 5,00,000 સહિત કુલ કિંમત રૂ. 6,12,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. કાર ચાલક નાશી જનાર હોવાનું નોંધાયું છે. પ્રોહિબિશન હેઠળ ગુન્હાની નોંધ કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર, માળીયા મી સ્ટેશન તથા સ્ટાફ દ્વારા સીધા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક અમલમાં આવી હતી. આ કામગીરી ગેરકાયદેસર દારૂના વ્યવહારો પર અંકુશ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

RELATED ARTICLES

Most Popular