HomeGujaratવાઘગઢ ગામે તળાવમાં ડૂબી જતાં ૩ વર્ષની બાળકીનું કરૂણ મોત

વાઘગઢ ગામે તળાવમાં ડૂબી જતાં ૩ વર્ષની બાળકીનું કરૂણ મોત

છોટાઉદેપુરના વતની અને હાલ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હસમુખભાઈ બારૈયાની વાડીમાં રહેતા ચંદુભાઈ ભોદરભાઈ ધાણુની ત્રણ વર્ષની બાળકી રેખા તળાવમાં ડૂબી જતાં તેનું દુઃખદ અવસાન થયું હતું.

મળતી માહિતી મુજબ, બાળકી વાડીના શેઢા પાસે રમતી હતી ત્યારે નજીકના તળાવમાં પડી જતાં મોત નિપજ્યું હતું. ટંકારા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular