HomeGujaratમોરબીમાં 226મી જલારામ જયંતિ શોભાયાત્રા સંદર્ભે લોહાણા સમાજની આવતીકાલે મંગળવારે મીટીંગ યોજાશે

મોરબીમાં 226મી જલારામ જયંતિ શોભાયાત્રા સંદર્ભે લોહાણા સમાજની આવતીકાલે મંગળવારે મીટીંગ યોજાશે

મોરબીમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાના 226મા જન્મજયંતિ નિમિતે તા. 29 ને બુધવારના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય જલારામ બાપાની શોભાયાત્રા અને દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગને લઇને મોરબીના રઘુવંશી પરિવારોમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ છે. આ આયોજનને વધુ સફળ બનાવવા માટે જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા લોહાણા સમાજના આગેવાનો, હોદેદારો અને સભ્યોની મહત્વપૂર્ણ મીટીંગ બોલાવવામાં આવી છે.

આ મીટીંગ તા. 14મી ઓક્ટોબર, મંગળવારના રાત્રે 9:30 વાગ્યે મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાશે.

સમિતિએ લોહાણા સમાજની તમામ સંસ્થાઓ, મહિલા સંગઠનો, વેપારી મિત્રો, સમાજના શ્રેષ્ઠીઓ તેમજ કમિટી મેમ્બર્સને સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular