HomeMorbiવાંકાનેરના સરધારકા ગામે જૂના વિવાદને લઈ આધેડ પર ત્રણ શખ્સો તૂટી પડ્યા

વાંકાનેરના સરધારકા ગામે જૂના વિવાદને લઈ આધેડ પર ત્રણ શખ્સો તૂટી પડ્યા

વાંકાનેર તાલુકાના સરધારકા ગામથી ગાંગિયાવદર તરફ જતા માર્ગ પર પૈસાની લેતી-દેતીના જૂના વિવાદને લઈ થયેલા ઝઘડામાં એક આધેડ વ્યક્તિ પર ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા પગમાં ફ્રેક્ચર થયું હતું.

મળતી વિગતો મુજબ, ફરિયાદી ધીરુભાઈ લખમણભાઈ ધરજીયા (ઉં.52, રહે. ગાંગિયાવદર) પર વેલુભા ઘનુભા ઝાલા, ખનુભા ઝાલા અને કાનભા ઝાલા (ત્રણેય રહે. સરધારકા) એ લાકડી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ વધુ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપેલી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular