HomeMorbiMaliya Miyanaમોરબીમાં સસ્પેન્ડ પોલીસમેને દારૂના નશામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસી ધમાલ મચાવી, અન્ય આરોપીની...

મોરબીમાં સસ્પેન્ડ પોલીસમેને દારૂના નશામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસી ધમાલ મચાવી, અન્ય આરોપીની ભલામણ માટે કરતો હતો દંગલ

મોરબી શહેરમાં સસ્પેન્ડ થયેલા પોલીસમેન દ્વારા પોલીસ મથકમાં ઘૂસી જઈ દારૂના નશામાં ત્રાસ મચાવ્યાનો બનાવ સામે આવ્યો છે. મોરબી શહેરના કંડલા બાયપાસ નજીક રહેતા સસ્પેન્ડ પોલીસ કર્મચારી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા (ઉં. 37, ધર્મસૃષ્ટિ સોસાયટી) ગઈકાલે રાત્રે અન્ય આરોપીની ભલામણ કરવા માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઘૂસી ગયો હતો.

આ દરમિયાન દારૂના નશામાં હોવાને કારણે તેણે પોલીસ મથકમાં ધમાલ મચાવી ત્રાસદાયક વર્તન કર્યું હતું. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફે આરોપીને કાબૂમાં લઈને તેની સામે બી.એન.એસ. કાયદાની કલમો તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી ભરતભાઈ મિયાત્રા સસ્પેન્ડ થયા બાદ ગાંધીનગર પોલીસ હેડક્વાટર્સમાં બદલી થયા હોવા છતાં છેલ્લા દોઢ વર્ષથી ત્યાં હાજર નહોતો રહેતો. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

RELATED ARTICLES

Most Popular