HomeMorbiવાંકાનેર તાલુકાના હસનપર ગામે 45 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત

વાંકાનેર તાલુકાના હસનપર ગામે 45 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત

આજના સમયમાં નાની ઉંમરે હાર્ટએટેકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તે દરમિયાન વાંકાનેર તાલુકાના હસનપર ગામે ગઈકાલે 45 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, નવીનચંદ્ર ચનાભાઈ દાદરેચા (ઉં. 45) કામ પરથી બપોરે ઘેર જમવા માટે આવ્યા હતા. તે દરમિયાન ઘર પાસે ઉભા હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવતાં તેમનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular