Wednesday, May 6, 2026
HomeMorbiHalvadહળવદ પોલીસે માથક ગામે સ્વીફ્ટ કારમાંથી રૂ. 3.63 લાખનો વિદેશી દારૂ જપ્ત...

હળવદ પોલીસે માથક ગામે સ્વીફ્ટ કારમાંથી રૂ. 3.63 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Advertisement
Advertisement

હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આવેલી વાઘજીભાઇ છનાભાઈ કોળીની વાડીએથી હળવદ પોલીસે વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન માથક ગામની સીમમાં પહોંચતા વાઘજીભાઇ કોળીની વાડી પાસે સ્વીફ્ટ કાર (નંબર GJ-36-F-1508) શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂની 12 બોટલ (કિંમત રૂ. 15,600) અને બીયરના 216 ટીન (કિંમત રૂ. 63,120) મળી આવ્યા હતા. કારની કિંમત રૂ. 3 લાખ સહિત કુલ રૂ. 3,63,120નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આ કાર પિન્ટુ અશોકભાઈ બોરાણીયા (રહે. માથક ગામ)ના કબ્જામાં હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી ફરાર છે અને હળવદ પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular