આજે હળવદમાં એક રોમાંચક ઘટના સામે આવી છે, જેમાં રાતકડી હનુમાનજી જવાના રોડ પર મેલડી માતાના મંદિર સામે આવેલા ખેતરમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહનું માથું કપાયેલું હાલતમાં હતું અને હાથ આશરે ૨૦ ફૂટ દૂર પડેલો જોવા મળ્યો હતો.
જાણ થતાં જ હળવદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મૃતકની ઓળખ મેળવવા અને આ બનાવ હત્યાનો છે કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું છે તેની દિશામાં તપાસ ચાલુ છે.
પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે મૃતદેહ ઈશ્વરગીરી નામના વ્યક્તિનો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. શરીરના અંગો જુદાં પડવાના કારણે પ્રારંભિક અનુમાન મુજબ કોઈ પ્રાણી દ્વારા શરીરને વિચ્છેદ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હળવદ પોલીસએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દીધો છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.




