HomeMorbiટંકારાના મેઘપર ઝાલા ગામે દારૂ પીતા પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ઝેરી દવા...

ટંકારાના મેઘપર ઝાલા ગામે દારૂ પીતા પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ઝેરી દવા પીતા મોત

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે દારૂની લત ધરાવતા પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની દુઃખદ ઘટના બની છે.

મળતી માહિતી મુજબ, મૃતક લક્ષ્મીબેન રમેશભાઈ અજમલભાઈ વાઘેલા, રહે. મેઘપર ઝાલા, તા. ટંકારા, પોતાના પતિ રમેશભાઈ અજમલભાઈ વાઘેલાના સતત દારૂ પિના અને ઘરકામ બાબતે મેણાં ટોણાં મારવાને કારણે લાંબા સમયથી માનસિક ત્રાસ ભોગવી રહી હતી.

ઘરેલુ કલહ અને શારીરિક-માનસિક દુખત્રાસથી કંટાળીને લક્ષ્મીબેને ઝેરી દવા પી આપઘાત કરી લીધો, જેને કારણે તેનો સ્થળ પર જ કરૂણ અંત આવ્યો હતો.

આ બનાવ અંગે લક્ષ્મીબેનના પિતા દેવાભાઈ સંભુભાઈ ચાડમીયા (ઉંમર 62 વર્ષ), મૂળ ગણેશપર ગામના અને હાલ બેલા (રંગપર) ગામે રહેતા,એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદના આધારે પોલીસએ પતિ રમેશભાઈ અજમલભાઈ વાઘેલા વિરુદ્ધ આપઘાત માટે દોરણ ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.

આ દુઃખદ બનાવથી મેઘપર ઝાલા અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

RELATED ARTICLES

Most Popular