HomeMorbiMaliya Miyanaમોરબી માળિયા હાઈવે પર લક્ષ્મીનગર નજીક કતલખાને લઇ જવાતા બે બળદો બચાવાયા,...

મોરબી માળિયા હાઈવે પર લક્ષ્મીનગર નજીક કતલખાને લઇ જવાતા બે બળદો બચાવાયા, એક આરોપી ઝડપાયો

મોરબી માળિયા હાઈવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામ નજીક પોલીસની કાર્યવાહી દરમિયાન કતલખાને લઇ જવાતા બે બળદોને જીવતા બચાવવામાં આવ્યા હતા. પોલીસે બોલેરો વાહન જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે એક અન્ય શખ્સ ફરાર થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટાવાળા બોલેરો વાહન (નં. GJ-13-AT-3351) કિંમત રૂપિયા ૩ લાખમાં પાછળના ભાગે બે બળદો (ગૌવંશ) કિંમત રૂપિયા ૨ હજાર જેટલા બાંધીને ક્રૂરતાપૂર્વક કતલખાને અથવા અન્ય હેતુસર લઇ જવાની હેરાફેરી કરી રહ્યા હતા.

પોલીસે લક્ષ્મીનગર નજીક આ બોલેરો ગાડી રોકી તપાસ કરતા, વાહનમાં જીવતા બળદો બાંધેલા હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તરત જ બંને બળદોને બચાવી ડ્રાઈવર જીવણભાઈ સંતુમાણ ઠાકુર (ઉ.વ.૨૫, રહેવાસી – શનાળા ગામ)ને ઝડપી પાડ્યો હતો. આરોપી મોરબી મૂળનો હોવાનું અને હાલ મધ્યપ્રદેશવાળા લોકો સાથે જોડાયેલ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

આ ઘટનાને પગલે રામજીભાઈ શીવાભાઈ મૈયારા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુકૃરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ડી),(ઇ),(એફ),(એચ) તથા પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ ૫, ૬, ૮, ૯, ૧૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

પોલીસે બોલેરો વાહન સહિતનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular