HomeMorbiMaliya Miyanaમાળિયા મીયાણા નજીક ઈકો કારમાંથી બે લાખના વિદેશી દારૂ સહિત બે ઈસમોની...

માળિયા મીયાણા નજીક ઈકો કારમાંથી બે લાખના વિદેશી દારૂ સહિત બે ઈસમોની ધરપકડ, એક ફરાર

માળિયા મીયાણા તાલુકાના વાગડીયા ઝાંપા પાસે હાઈવે રોડ પર કચ્છ–પીપળીયા ચાર રસ્તા નજીક માળિયા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈકો કાર રોકી તપાસ કરતાં તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ઈકો કાર (નં. GJ-08-BB-7130)માંથી કુલ ૧૯૭ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિમત રૂ. ૭૬,૯૨૫ ગણવામાં આવે છે. આ ઉપરાંત, એક મોબાઇલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦) અને ઈકો કાર સહિતનો અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૨,૦૧,૯૨૫નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. કિશનભાઈ આયદનભાઈ ખાદા (ઉં.૨૯ રહેવાસી વવાણીયા, તા. માળિયા મીયાણા) સાગર ઉર્ફે ઠુઠો રામૈયાભાઈ સવસેટા (ઉં.૨૯, રહેવાસી વવાણીયા, તા. માળિયા મીયાણા) નો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજો શખ્સ સાધુરામ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

આરોપીઓ દારૂનો જથ્થો વેચાણના ઈરાદાથી રાખ્યો હતો, તેવી માહિતી સામે આવી છે. માળિયા મીયાણા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. માળિયા પોલીસની આ કામગીરીથી વિસ્તારના દારૂ વેચાણકારો વચ્ચે ચકચાર મચી ગઈ છે.

RELATED ARTICLES

Most Popular