માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી અજાણ્યા ચોરે ઈલેક્ટ્રીક કોપરના કેબલ વાયર આશરે ૫૦૦ મીટર, કિંમત રૂપિયા ૨,૨૫,૦૦૦ની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ વવાણીયા ગામના નિવાસી નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ પરમાર (ઉંમર ૪૫)એ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વવાણીયા ગામની સીમમાં સર્વે નંબર ૪૩ની ખુલ્લી સીમમાં ઢુઈ તરફ આવેલી તેમની સુઝલોન કંપનીની પવનચક્કી નંબર VM65માંથી અજાણ્યા ચોરે તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
ચોર ઈસમે પવનચક્કીમાં લગાવેલ ઈલેક્ટ્રીક કોપરના કેબલ વાયર કાપી લઈ જતા આશરે ૨.૨૫ લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું જણાયું છે.




