HomeMorbiHalvadહળવદના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી ૮૦ હજારની ચાંદીની ચોરી

હળવદના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી ૮૦ હજારની ચાંદીની ચોરી

હળવદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ વાસંગી દાદાના મંદિરમાંથી અજાણ્યા તસ્કરોએ ચાંદીના દાનવસ્તુઓની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મંદિરમાંથી વિવિધ ચાંદીની ફેણો અને છત્તર મળી કુલ રૂ. ૮૦,૦૦૦ જેટલું મત્તું ચોરી કરી લઈ જવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, માણેકવાડા ગામના નિવાસી સુનીલદાસ માધવદાસ દુધરેજીયા (ઉ.વ. 25) એ હળવદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ, મંદિરમાંથી આશરે બે કિલોગ્રામ જેટલા વજનનું ચાંદીનું મત્તું તસ્કરો ઊઠાવી ગયા છે.

પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધીને ચોરોની શોધખોળ શરૂ કરી દીધી છે.

RELATED ARTICLES

Most Popular