HomeGujaratમાળિયા-મોરબી હાઈવે પર અકસ્માત: ઈકો કારની ટક્કરે બાઈક સવારનું મોત, કાર છોડીને...

માળિયા-મોરબી હાઈવે પર અકસ્માત: ઈકો કારની ટક્કરે બાઈક સવારનું મોત, કાર છોડીને ચાલક ફરાર

મોરબી–માળિયા હાઈવે રોડ પર રામપર ગામના પાટીયા પાસે બનેલ માર્ગ અકસ્માતમાં મોટરસાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ગંભીર અકસ્માત અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કિશનગઢ–સોખડા ગામે રહેતા કિશોરભાઈ ઉર્ફે હકાભાઈ દેવદાનભાઈ બાલાસરા (ઉંમર 46) એ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે, ઇકો કાર નં. GJ-36-R-1811 ના ચાલકે બેદરકારી અને વધુ ઝડપથી કાર ચલાવી હોન્ડા એક્ટીવા નં. GJ-36-AQ-2957 ને હડફેટે લીધી હતી.

આ ટક્કરમાં બાઈક સવાર જેસંગભાઈ માલાભાઈ ડાંગર રોડ પર પટકાયા હતાં. માથા, પગ તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. હાદસો સર્જ્યા બાદ કાર ચાલક ગાડીને સ્થળે મૂકી ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસએ આરોપી વિરુદ્ધ IPC કલમ 279, 304(A), 338 તથા 134(A)(B) M.V.Act હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની શોધખોળ ઝડપી ધોરણે શરૂ કરી છે. માળિયા-મોરબી માર્ગ પર વધતા અકસ્માતો વચ્ચે આ ઘટના ચિંતાજનક ગણાય રહી છે.

RELATED ARTICLES

Most Popular