હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી કોપર કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓને હળવદ પોલીસે ઝડપ્યા છે.
રાજકોટ રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા તેમજ હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસની સુચનાથી ચાલુ તપાસમાં આ સફળતા મળી છે.
આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ ચૂકી હતી. સર્વેલન્સ ટીમ અને પો.ઇન્સ્પેક્ટર ડી.વી. કાનાણીની ટીમે કામગીરીથી કુલ દસ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
નવા ઝડપાયેલા આરોપીઓમાં પ્રતાપભાઈ ઉર્ફે પી.ડી. દાનુભાઈ લોદરીયા રહે સુખપર, તા.હળવદ, વિજયભાઈ વિભાભાઈ દેકાવાડીયા, સંજયભાઈ જગાભાઈ દેકાવાડીયા, કરણભાઈ બહાદુરભાઈ પંચાસરા, મુકેશભાઈ પ્રેમજીભાઈ અઘારા, ચંદુભાઈ જગાભાઈ વડેચા, વિજયભાઈ ઉર્ફે હિતેશ પ્રેમજીભાઈ અઘારા રહે દેવપર સુખપર, તા. હળવદનો સમાવેશ થાય છે.
અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુલતાન ઉર્ફે કાનો ધીરૂભાઈ દેકાવાડીયા, રવિ ધનશ્યામભાઈ દેકાવાડીયા રહે દેવપર સુખપર, રાજબહાદુર ઇન્દ્રપાલ રાજપુત હાલ હળવદ, મુળ ઉત્તરપ્રદેશ, રાજુ ગોપીલાલ ગુર્જર હાલ મોરબી, મુળ રાજસ્થાનનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશને પાર્ટ ગુ.ર.નં. 1017/2025 મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ), 331(3), 331(4), 317(2) અને 54 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




