HomeMorbiHalvadહળવદ પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારથી પોલીસ બેડામાં ખળભળાટ, ચોરીનો મુદામાલ ૨.૯૯ લાખનો અને...

હળવદ પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારથી પોલીસ બેડામાં ખળભળાટ, ચોરીનો મુદામાલ ૨.૯૯ લાખનો અને તોડ ૭ લાખનો થયું હોવાનું સામે આવતા પોલીસ સ્ટેશનની આબરુ ચર્ચામાં

હળવદના કવાડિયા ગામની સીમમાં આવેલા સોલર પ્લાન્ટમાંથી કોપર કેબલ વાયરની ચોરીના કેસમાં ડી-સ્ટાફે ઝડપી કાર્યવાહી કરતાં બે આરોપીને પકડી પાડ્યા છે. સોલર પ્લાન્ટમાંથી ચોરી કરાયેલા કોપર કેબલ વાયર 460 કિલો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂ. 2,99,000 જેટલી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું છે.

પકડાયેલા આરોપીઓમાં કાનો ધીરુભાઈ પ્રભુભાઈ દેકાવડીયા (રહે. દેવપર) રવિ ઘનશ્યામભાઈ પ્રભુભાઈ દેકાવડીયાનો સમાવેશ થાય છે.

આ બંને સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. સૂત્રો મુજબ આ ચોરીમાં અંતર્ગત વધુ લોકો અને વપરાશકર્તા દલાલો પણ સામેલ હોવાની શક્યતા હોવાથી પોલીસે તપાસનો દોર વિસ્તરાવ્યો છે.

સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેસ સંબંધિત કેટલાક વેપારીઓ સાથે આરોપીઓના નામ ન ખોલવા બદલ પૈસા લેવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બાબત અંગે હળવદ પોલીસની પારદર્શક તપાસ કરવાની માંગણી ઉઠી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, “આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે દરેક એંગલથી તપાસ ચાલુ છે. જો ભ્રષ્ટાચાર અથવા બહારના તત્વોનું સંડોવણી હશે તો કડક પગલા લેવાશે.”

રાજ્ય અને જિલ્લામાં તાજેતરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી થતી જોવા મળી છે. આવા સમયમાં હળવદના આ કેસમાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાઈ શકે તેવી ચર્ચા પોલીસ વર્તુળોમાં ચાલી રહી છે.

RELATED ARTICLES

Most Popular