માળીયા મિયાણા તાલુકાના નવાગામ વિસ્તારમાં પોલીસ દ્વારા બે અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે બીજા દરોડામાં મોટરસાયકલ મારફતે દારૂ હેરફેર કરતો આરોપી પકડાયો હતો.
દરોડામાં નદીકાંઠે દારૂની ચાલું ભઠ્ઠી મળી આવી. જેમાં આરોપી અફઝલ મુબારકભાઈ પઠાણ (ઉ.19, મૂળ વવાણીયા, હાલ રહે. મોરબી રણછોડનગર) પકડાયા. આ દરોડામાં 100 લીટર ગરમ આથો, 100 લીટર ઠંડો આથો, 100 લીટર દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો સહિત રૂપિયા રૂ. 21,150નો મુદ્દામાલ ઝડપાયો.
નવાગામ બજાર વિસ્તારમાં દરોડો પાડી મોટરસાયકલમાં દેશી દારૂની હેરફેર કરતો શખ્સ ઝડપાયો. જેમાં આરોપી જાવેદ કરીમભાઈ જામ, (રહે. નવાગામ) 18 લીટર દેશી દારૂ સાથે માઈસ્ટ્રો મોટરસાયકલ સહિત ઝડપાયો. માળીયા મિયાણા પોલીસે બંને કેસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




