HomeMorbiવાંકાનેરમાં નાસ્તા મુદ્દે ઝઘડો થતા પરિણીતાએ ગળેફાંસો ખાઈને જીંદગી ટૂંકાવી

વાંકાનેરમાં નાસ્તા મુદ્દે ઝઘડો થતા પરિણીતાએ ગળેફાંસો ખાઈને જીંદગી ટૂંકાવી

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલી સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટર્સમાં રહેતી ઓરિસ્સા વતની પરિણીતાએ નાસ્તો કરવા બાબતે થયેલા ઝઘડાને કારણે રિસાઈ જઈ આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે.

મળતી માહિતી મુજબ, એસેન્ટ સિરામિક ફેક્ટરીમાં કામ કરતાં મૂળ ઓરિસ્સા રાજ્યના વતની રિટાસિંગ ઘનશ્યામસિંગ આદિવાસીની (ઉ.22) ચાર વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. ગત તા. 9ના રોજ સવારે નાસ્તાને લઈ પતિ સાથે બોલચાલ થતાં રિસાઈ ગયેલી રિટાસિંગે પોતાના રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

ઘટના બાદ ક્વાર્ટર્સ વિસ્તારમાં શોક વ્યાપ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે આ આત્મહત્યા હોવાનું જણાઈ આવતા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુન્હો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

RELATED ARTICLES

Most Popular