HomeMorbiવાંકાનેરમાં વૃદ્ધને પાડોશીએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી

વાંકાનેરમાં વૃદ્ધને પાડોશીએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી

વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં વૃદ્ધને પાડોશી દ્વારા મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવે ચકચાર મચાવી છે.

મળતી માહિતી મુજબ, દેશાભાઈ કરશનભાઈ બોસિયા (ઉ.71) ગત તા. 9ના રોજ બાઈક લઈને જઈ રહ્યા હતા, ત્યારે પાડોશમાં રહેતા પ્રવિણભાઈ ખીમજીભાઈ ચાવડાએ તેમની મોટરસાયકલ ઉભી રખાવડી. ત્યારબાદ “મારા વિરુદ્ધ અરજી કેમ કરી?” કહી વૃદ્ધને ગાળો આપવા માંડી હતી. દેશાભાઈએ ગાળો આપવાની ના પાડતા પ્રવીણભાઈએ તેમની આંખ પાસે મુક્કો મારી ઈજા પહોંચાડી હતી.

આ ઉપરાંત, પ્રવીણભાઈએ દેશાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે દેશાભાઈએ વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular