ગઈકાલે જ હજુ હળવદમાં સોલાર પ્લાન્ટમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવેલો જેમાં 2.99 લાખની ચોરી સામે 7 લાખનો તોડ થયો હોવાની ચર્ચાએ પોલીસની આબરૂ પર સવાલ ઉઠ્યા હતા. ત્યારે આવી ઘટનાઓ જ્યારે સામે આવે તો જ કેમ પોલીસની આંખો ઉઘડે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યાં જ અન્ય એક એવી જ ઘટના બની છે કે પોલીસ દ્વારા સમાધાન કરાવવાનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
હમણાં થોડા દિવસો પહેલા હળવદ શહેર ની મધ્ય માં આવેલ વિવેકાનંદ સ્કુલ પાસે સાઉથ ફિલ્મ નો બે ગેંગ વચ્ચે નો ફાઇટ સીન નું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
જેમાં એક સુમોમાં ધોકા પાઈપ તલવાર જેવા હથિયારો સાથે ગેંગ દ્વારા શેરોમાં ટોળા ઉપર સુમો નાખી જેમાં કોઈ જાનહાનિ થઈ નહીં સામે વળી ગેંગ દ્વારા પથ્થર મારો કર્યો હતો અને શેરીમાં ભય ના દ્રશ્યો સર્જાયા હતા
પોલીસ દ્વારા બંને ગેંગની અરજી લઈ સમાધાન કરાવી નાખ્યાની ચર્ચા ચાલી રહી છે, આવી રાયોટિંગ અને ગેંગવોર જેવી ઘટનામાં પોલીસે ખુદ ફરિયાદી બની કાયદેદાર ની કાર્યવાહી કરી લોકોમાં કાયદાનો વિશ્વાસ પેદા કરવો જોઈ એની જગ્યા ખુદ પોલીસ સમાધાનકારી વલણ અપનાવતા બુટલેગર અને પોલીસનું આ બીજું ઉદાહરણ છે
હમણાં અમારા અહેવાલ કોપર તોડકાંડ પછી ૭ આરોપીની અટક કરી હતી અને સૂત્રો દ્વારા જાણકારી મુજબ તોડની રકમ પણ પરત કરી દેવાની ચર્ચા ચાલે છે જો રાજ્ય પોલીસ વડા આ બાબતે ખાતાકીય તપાસ કરાવે તો આ ગેંગવોરની પણ તપાસ કરાવે.
આ ગેંગવોર ના CCTV ફૂટેજ પોલીસ પાસે છે એવું ઘટના સ્થળે થી DVR માંથી વિડિઓ આપનાર નામ ન આપવાની શરતે જણાવે છે , આ કોઈ આમ ગેંગવોર નથી પણ એક ઓર્ગેનાઈઝ ગેંગ છે જે દારૂ, વ્યાજખોરી, જમીન પચાવી પાડવી ,જુગાર જેવા ધંધા સાથે સંકળાયેલ છે.
હમણાં હળવદ માં રાત્રિ દરમ્યાન ઘરફોડ ચોરીના અનેક બનાવો બની રહ્યા છે જાણે ડફેર ગેંગ હળવદમાં જ રહેવા આવતી રહી હોય, બે દિવસ પહેલા તસ્કરોએ મહેકવાડા ગમે વાસુકીદાદા ના મંદિરે બે કિલો ચાંદીની ફેણ તેમજ છતર ની ચોરી કરી હતી.
ભલગામડાં માં ખનીજ માફીયાઓ એ દાદાગીરી અને વર્ચસ્વ સ્થાપવા જાગૃત ઉપસરપંચ રઘુભાઈ બનેસંગભાઈ ભાટિયા ને ઢીકાપાટું નો માર મારી પતાવી દેવાની ધમકી આપી , હળવદના ખનીજ માફિયા પોલીસની યારી ના કારણે ગામજનો ને પણ ધમકી આપે છે.
જો પોલીસની જ બુટલેગર સાથે સાઠગાંઠ હોય એ ખૂબ ગંભીર બાબત કેવાય રાજ્ય પોલીસ વડાએ બેસ્ટ પોલીસ સ્ટેશન ની તપાસ કરવી જોઈએ અને ભાવેશ , જેવા નામચીન બુટલેગર ના કોલ ડીટેલની તપાસ કરવી જોઈ જેથી દૂધનું દૂધ અને પાણી થઈ જાય.




