HomeMorbiવાંકાનેરમાં લેબર ક્વાર્ટર્સમાં શ્રમિકે ઝેર પી ઝીંદગી ટૂંકાવી

વાંકાનેરમાં લેબર ક્વાર્ટર્સમાં શ્રમિકે ઝેર પી ઝીંદગી ટૂંકાવી

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી સનહાર્ટ સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટર્સમાં રહેતા એક શ્રમિકે ઝેરી દવા પી લેતાં દુઃખદ અંત આવ્યો છે. મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વગડીયા ગામના વતની ગીગાભાઈ ભુપતભાઈ સીતાપરા (ઉંમર 35) એ 11 નવેમ્બરના રોજ અજાણ્યા કારણોસર ઝેર પી લીધું હતું.

ગીગાભાઈને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ આપઘાતના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular