હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે લોખંડના સળીયા ઉતારવામાં આવી રહ્યાં હોવાનું હળવદ પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફે રેઇડ કરતા લોખંડ ચોરીનો પર્દાફાશ થયો હતો.
પોલીસે સ્થળ પરથી કુલ ૧૮૩૫ કિલોગ્રામ વજનના લોખંડના સળીયા, કિંમત રૂ. ૯૧,૭૫૦ નો બિનવારસી મુદામાલ કબજે કર્યો હતો.
આ બનાવમાં શકદાર સતિષ દેવાભાઇ ભરવાડ (રહે. ગામ ચુલી, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદ પોલીસે સમયસરની કાર્યવાહી કરીને ઔદ્યોગિક વિસ્તારમાં વધી રહેલી લોખંડ ચોરીની ઘટનાઓ પર નિયંત્રણ મેળવ્યું છે.




