વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલી રહેલા શખ્સોને રોકતા વિવાદ સર્જાયો હતો. વિવાદ વધતાં છ આરોપીઓએ પિતા, પુત્ર અને પુત્રી ઉપર હુમલો કરી ઇજા પહોંચાડતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વૈશાલીબેન મહેશભાઈ રાઠોડ એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેમના ઘર નજીક મહેશભાઈ મનુભાઈ સોલંકી અને મનુભાઈ નથુભાઈ સોલંકી ગાળો બોલી રહ્યા હતા. ફરિયાદીએ તેમને રોકતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને ઝઘડો શરૂ કર્યો.
છોડાવા જતા ફરિયાદી, તેમના પિતા અરવિંદભાઈ અને ભાઈ જીતેશ ઉપર નીચેના છ આરોપીઓએ ઢીકા પાટુ અને લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં મહેશભાઈ મનુભાઈ સોલંકી, મનુભાઈ નથુભાઈ સોલંકી, પ્રકાશભાઈ મનુભાઈ સોલંકી, અમૃતભાઈ નથુભાઈ સોલંકી, જયાબેન મનુભાઈ સોલંકી, શીતલબેન મનુભાઈ સોલંકી વિરૂદ્ધ પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




