વાંકાનેરના જોધપર ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે રોડ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી લીધી હતી.
રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસ ઈન્સપેક્ટર બી.વી. પટેલની સૂચનાએ સર્વેલન્સ સ્ટાફે બાતમી આધારે પેટ્રોલિંગ દરમિયાન અલ્ટો K-10 કાર (નં. GJ-24-K-4395) અટકાવી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૨૨૦ બોટલો મળી આવી હતી. પકડાયેલ આરોપી રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા (રહે. ધર્મનગર, મોરબી) તેમજ ફરાર આરોપી કાળુભાઈ અબ્રાહમભાઈ સુમરા (રહે. લાખચોકીયા, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે.
પોલીસે કુલ મુદામાલ રૂ.1,60,000, વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. 55,000) અલ્ટો કાર (રૂ.1,00,000) સહિત મોબાઈલ ફોન (રૂ.5,000) કબ્જે લીધા હતા. આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે તેમજ તપાસ હાથ ધરાઈ છે.
આ કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટર બી.વી. પટેલ, એ.એસ.આઈ. રામભાઈ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, સામતભાઈ છુછીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, શક્તિસિંહ પરમાર, બ્રીજેશભાઈ બોરીચા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતના લોકો જોડાયેલા હતા.




