Wednesday, May 6, 2026
HomeGujaratહળવદ પોલીસ સ્ટેશનના ૧૮ વર્ષથી ફરાર અપહરણના આરોપીની AHTU ટીમ દ્વારા ધરપકડ

હળવદ પોલીસ સ્ટેશનના ૧૮ વર્ષથી ફરાર અપહરણના આરોપીની AHTU ટીમ દ્વારા ધરપકડ

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનના ૧૮ વર્ષ જૂના અપહરણના ગુનામાં ફરાર આરોપીને મોરબી AHTU Anti Human Trafficking Unit ટીમે પકડી પાડ્યો છે.

મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ AHTU ટીમ ગુમ થયેલ વ્યક્તિઓ તથા અપહરણના ગુનાઓ ઉકેલવા સતત પ્રયાસશીલ છે. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ નંદલાલ ડી. વરમોરાને ખાનગી માહીતી મળી કે, હળવદ પો.સ્ટે.ના ફર્સ્ટ પાર્ટ ગુ.ર. નં. 13/2007 હેઠળ ભારતીય દંડ સંહિતા કલમ 363, 366 મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી નારાયણભાઈ ઉર્ફે નારસંગ મોતીભાઈ શિહોરા (ઉ.વ. 44, મુળ વતન કેદારીયા, તા. હળવદ, જિ. મોરબી) હાલ રવાપર નદી ગામના પાટીયા પાસે હોવાનું જાણવા મળ્યું હતું.

તાત્કાલિક કાર્યવાહી કરતાં AHTU ટીમે ત્યાં પહોંચીને આરોપી તેમજ ભોગબનનારને હસ્તગત કર્યા હતા અને બંનેને હળવદ પોલીસ સ્ટેશનને સોપી દેવામાં આવ્યા છે.

આ કામમાં કાર્યવાહી કરનાર અધિકારી અને સ્ટાફમાં એમ.બી. મિસ્ત્રી (પોલીસ ઇન્સ્પેકટર, I/C AHTU મોરબી), હેડ કોન્સ્ટેબલ નંદલાલ ડી. વરમોરા, અરવિંદસિંહ પરમાર, બકુલભાઈ કાસુન્દ્રા સહિતના લોકો જોડાયેલા હતા. મોરબી AHTU ટીમની સતર્ક કામગીરીને કારણે 18 વર્ષ જૂનો ગુનો ઉકેલાયો છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular