તા. 12ના રોજ રાત્રે 181 હેલ્પલાઇન પર એક વ્યક્તિએ જાણ કરી કે એક મહિલા રડતી હાલતમાં એકલી ઊભી છે. અભયમ ટીમ કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ મહેશભાઈ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું.
મહિલાએ જણાવ્યું કે તેઓ મૂળ ઉત્તર પ્રદેશની છે, પતિ સાથે ઝઘડો થતા જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયાં હતાં અને રસ્તો ભૂલી ગયા હતાં. ટીમે તપાસ કરીને મહિલાના પતિને શોધી કાઢ્યો અને બંનેને સમજાવી સમાધાન કરાવ્યું.
પતિ-પત્ની રાજી ખુશીથી ઘરે પરત ગયાં અને 181 અભયમ ટીમનો આભાર માન્યો.

