ટેકનિકલ કારણોસર તા. 16ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. મુસાફરોને રેલ્વે વિભાગે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા રાખવા વિનંતી કરી છે.
રદ કરાયેલી ડેમુ ટ્રેનોની યાદીમાં ટ્રેન નંબર 79452 મોરબી–વાંકાનેર, ટ્રેન નંબર 79442 મોરબી–વાંકાનેર, ટ્રેન નંબર 79454 મોરબી–વાંકાનેર, ટ્રેન નંબર 79444 મોરબી–વાંકાનેર, ટ્રેન નંબર 79446 મોરબી–વાંકાનેર, ટ્રેન નંબર 79448 મોરબી–વાંકાનેર, ટ્રેન નંબર 79441 વાંકાનેર–મોરબી, ટ્રેન નંબર 79443 વાંકાનેર–મોરબી, ટ્રેન નંબર 79453 વાંકાનેર–મોરબી, ટ્રેન નંબર 79445 વાંકાનેર–મોરબી, ટ્રેન નંબર 79447 વાંકાનેર–મોરબી, ટ્રેન નંબર 79451 વાંકાનેર–મોરબીનો સમાવેશ થાય છે.
મોરબી તથા વાંકાનેર રેલવે સ્ટેશન દ્વારા મુસાફરોને આ અંગે માહિતી આપી દેવામાં આવી છે.




