Wednesday, May 6, 2026
HomeGujaratસોખડા ગામે યુવાન પર હુમલો: પરિવારિક મનદુઃખને લઈને ચાર શખ્સો સામે ગુનો...

સોખડા ગામે યુવાન પર હુમલો: પરિવારિક મનદુઃખને લઈને ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

Advertisement
Advertisement

મોરબી તાલુકાના સોખડા નવા ગામે પરિવારિક મતભેદને લઈ યુવાન પર થયેલા હુમલાનો કેસ નોંધાયો છે. કાકા સાથે સમાધાન કરવું કેટલાક લોકોને ન ગળતા, ચાર શખ્સોએ યુવક પર હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સોખડા ગામના 30 વર્ષીય ચેતનભાઈ નથુભાઈ મકવાણીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ આરોપી પ્રવિણભાઈ ભીમજીભાઈ સુરેલા, મહેશભાઈ ભીમજીભાઈ સુરેલા, ભીમજીભાઈ પરષોતમભાઈ સુરેલા અને મનસુખભાઈ લાભુભાઈ સુરેલાએ કાકા સાથે પારીવારીક મનદુઃખનું સમાધાન કરવાનું મનમાં રાખીને ચેતનભાઈને ભુંડાબોલી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુંઢમાર કર્યો હતો.

આરોપી પ્રવિણભાઈએ લાકડાના ધોકા વડે ચેતનભાઈના ડાબા પડખામાં વાંસાના ભાગે માર મારી ઈજા પહોંચાડી તથા જાતિ પ્રત્યે અપમાનિત કર્યાનું પણ ફરીયાદમાં જણાવાયું છે.

પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે BNS કલમ 352, 115(2), 54 તેમજ અટ્રોસીટી એક્ટની કલમ 3(1)(R)(S), 3(2)(5-A) તથા GP Act કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular