Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીના બહાદુરગઢ પાસે હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી રૂ. 9.68 લાખનો વિદેશી દારૂ જપ્ત

મોરબીના બહાદુરગઢ પાસે હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી રૂ. 9.68 લાખનો વિદેશી દારૂ જપ્ત

Advertisement
Advertisement

મોરબી-માળીયા હાઇવે પર બહાદુરગઢ બસ સ્ટેન્ડ પાસે મોરબી તાલુકા પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા (GJ-07-DD-4555)માંથી કુલ રૂ. 9,68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 360 બોટલ રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હિસ્કી (પંજાબ માટે જ વેચાણયોગ્ય) સહિતનો વિદેશી દારૂ અને કાર કબ્જે લીધી છે.

રાજકોટ રેન્જ આઈ.જી. અને મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમ્યાન પ્રાપ્ત થયેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. કારમાં કચ્છથી મોરબી તરફ દારૂ લાવવામાં આવી રહ્યો હતો.

પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે તેમજ કારના માલિક સહિતના આરોપીઓની શોધખોળ ચાલુ છે. કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ચારેલ અને સર્વેલન્સ ટીમ દ્વારા હાથ ધરાઈ હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular