HomeMorbiMaliya Miyanaમાળીયાના નવાગામે કૂવામાં પડી જતા યુવકનું મોત

માળીયાના નવાગામે કૂવામાં પડી જતા યુવકનું મોત

માળીયા મીયાણા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં એક યુવકનું મોત થયાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ કોળીવાસ, માળીયા મીયાણાના રહેવાસી ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલા (ઉંમર 40) કોઈ કારણસર કૂવામાં પડી ગયા હતા. ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

 

માળીયા તાલુકા પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular