સૌરાષ્ટ્રના પ્રથમ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર તરીકે ઓળખાતી આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુખાવાથી પીડાતા દર્દીઓ માટે વિશેષ આરોગ્ય પરામર્શ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. 18 નવેમ્બર 2025ના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે.
હોસ્પિટલ તરફથી મળતી માહિતી અનુસાર, આ ખાસ કેમ્પમાં માત્ર રૂ. 10ની OPD ફી રાખવામાં આવી છે, જ્યારે દર્દીઓને નિઃશુલ્ક એક્સ–રે તથા Bone Mineral Density (BMD) ટેસ્ટની સુવિધા આપવામાં આવશે.
આયુષ હોસ્પિટલમાં માઇક્રોપ્લાસ્ટિક (અડધો સાંધો બદલાવવાની સર્જરી) TKR (Total Knee Replacement) THR (Total Hip Replacement) જેવી અદ્યતન સારવાર ઉપલબ્ધ છે.
હોસ્પિટલના જણાવ્યા મુજબ, સતત ઢીંચણમાં દુખાવો રહેતો હોય, સીડી ચડવા-ઉતરવામાં તકલીફ પડતી હોય, જમીન પર ઉઠવા-બેસવામાં મુશ્કેલી અનુભવાતી હોય, પગ વાંકા થતા હોય અથવા ડોક્ટર દ્વારા ઓપરેશનની સલાહ આપવામાં આવી હોય તેવા તમામ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
કેમ્પનું આયોજન આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ નજીક, સાવસર પ્લોટ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર : 7878 500 800 પર સંપર્ક કરવા હોસ્પિટલે સતાવાર અપીલ કરી છે.




