મોરબીના રણછોડનગર મેઇન રોડ પર જલારામ પાર્ક અને અમૃત પાર્ક વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબીએ ગોપનિય માહિતીના આધારે નાકાબંધી ગોઠવી ઇંગ્લીશ દારૂથી ભરેલી મારુતિ ઇકો ગાડી GJ-03-NK-3973 માંથી રૂ. 10,08,000 નો મુદામાલ કબજે કર્યો છે. ગાડીનો ચાલક ગાડી મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થયો હતો.
પોલીસે ઓલ સીઝન રીઝર્વ વ્હીસ્કી 750 ml – 276 બોટલ (કિંમત રૂ. 3,86,400) ઓલ સીઝન રીઝર્વ વ્હીસ્કી 180 ml – 576 બોટલ (કિંમત રૂ. 2,01,600) એપલ મોબાઇલ રૂ. 20,000, મારૂતી ઇકો કાર રૂ. 4,00,000, કુલ મુદામાલ રૂ. 10,08,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડયા, PSI બી.ડી. ભટ્ટ અને એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરતા આ જથ્થો ઝડપાયો હતો. ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે. પ્રોહિબિશન ધારા હેઠળ મોરબી સીટી બી ડીવી પોસ્ટે ગુનો નોંધાયો છે.




