HomeGujaratમોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપવાની કાર્યવાહી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસને કુલ ૩૪ બોટલ વિદેશી દારૂ, કિંમત રૂ. 14,492 નો મુદામાલ મળ્યો છે.

મળતી માહિતી મુજબ સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ભાગ્યલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં તપાસ કરતાં આરોપી મયુરભાઈ ઉર્ફે મયલો ઉર્ફે ઘુચરી બટુકભાઈ વાઘેલા પોતાના કબ્જાના મકાનમાં વેચાણના હેતુથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી દારૂનો મુદામાલ કબજે કર્યો છે, જોકે આરોપી તે સમયે હાજર ન હોવાથી તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

RELATED ARTICLES

Most Popular