Sunday, April 19, 2026
HomeMorbiHalvadહળવદ તાલુકાના સુસવાવ ગામે કેનાલમાંથી ૬ ઇલેક્ટ્રિક મોટરની ચોરી, પોલીસે અજાણ્યા ચોર...

હળવદ તાલુકાના સુસવાવ ગામે કેનાલમાંથી ૬ ઇલેક્ટ્રિક મોટરની ચોરી, પોલીસે અજાણ્યા ચોર સામે ગુન્હો નોંધ્યો

Advertisement
Advertisement

હળવદ તાલુકાના સુસવાવ ગામની ગોરાસરી તરીકે ઓળખાતી સીમમાં આવેલા ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાંથી ખેડૂતોની સિંચાઈ માટે મૂકી રાખવામાં આવેલી કુલ ૬ ઇલેક્ટ્રિક મોટર કોઈ અજાણ્યા ચોર ઇસમ દ્વારા ચોરી કરી લઈ જવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ, હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે રહેતા લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા (ઉ.વ. 55)એ ફરીયાદ નોંધાવી હતી કે તેઓ સહિતના અન્ય ખેડૂતોએ સુસવાવ ગામની સીમમાં આવેલા કેનાલમાં અલગ–અલગ હોર્સ પાવરની ઇલેક્ટ્રિક મોટર (દેડકા) કુલ ૬ જેટલી મૂકી રાખેલી. જેની અંદાજિત કિંમત રૂ. 1,15,000 થાય છે. પરંતુ કોઈ અજાણ્યો ચોર ઇસમ આ તમામ મોટર ચોરી કરીને ફરાર થઈ ગયો છે.

ફરીયાદના આધારે હળવદ પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ખેડૂતોમાંથી સિંચાઈ માટેની સુવિધા ખોરવાતા ચિંતા ફેલાઈ છે અને વિસ્તારમાં સુરક્ષા મુદ્દે પણ સવાલો ઉભા થયા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular