HomeGujaratહળવદ તાલુકાના કવાડીયા ગામે 49 નંગ ઇંગ્લીશ દારૂનો મુદામાલ જપ્ત, આરોપી ફરાર

હળવદ તાલુકાના કવાડીયા ગામે 49 નંગ ઇંગ્લીશ દારૂનો મુદામાલ જપ્ત, આરોપી ફરાર

હળવદ તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કવાડીયા ગામે આરોપીના રહેણાંક મકાન ઉપર દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે મકાનમાંથી વેચાણ માટે રાખવામાં આવેલ ઇંગ્લીશ દારૂની કુલ 49 બોટલ, કિંમત અંદાજે રૂ.9,700, કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કવાડીયા ગામે રહેતા વિશાલભાઈ અરજણભાઈ ચારોલા પોતાના કબ્જાવાળા મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખ્યો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસની ટીમે સ્થળ ઉપર છાપો માર્યો હતો. જોકે, આરોપી પ્રસંગે સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular