HomeMorbiવાંકાનેરના શીત કેન્દ્રના રોજમદારે 1.45 લાખનો મુદ્દામાલ સ્લજ ટેન્કમાં ફેંકી દીધો 

વાંકાનેરના શીત કેન્દ્રના રોજમદારે 1.45 લાખનો મુદ્દામાલ સ્લજ ટેન્કમાં ફેંકી દીધો 

રાજકોટના શ્યામ વાટીકામાં રહેતા અશ્વિનભાઇ છગનભાઇ રૈયાણીએ આરોપી અલ્પેશભાઇ રતીલાલ જોલપરા રહે.ગાયત્રી મંદીર પાસે, વાંકાનેર જી.મોરબીવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આરોપી અલ્પેશભાઇ જોલપરાએ વાંકાનેર શીત કેન્દ્રમાં રોજમદાર તરીકે કામ કરે છે અને શીત કેન્દ્રમાં લેબોરેટરીમાં રાખેલી કોમ્પ્યુટર સીસ્ટમ જેમા CPU તથા મોનીટર સહિત કિ.રૂ.87 હજાર, વજન કાંટાનુ મોડ્યુઅલ કિ.રૂ. 30 હજાર, 14 હજારની કિંમતના 4 C.C.T.V કેમેરા, 13 હજારની કિંમતના 2 UPS, નેટ માટેનુ N.V.R (નેટવર્ક સ્વીચ) કિ.રૂ. 1000 મળી કુલ રૂ. 1.45 લાખનો મુદ્દામાલ લઇ જઇ શીતકેન્દ્રમાં આવેલા સ્લજ ટેંકમા ફેકી દઇ નુકસાન કર્યું હતું.

આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular