Sunday, April 19, 2026
HomeMorbiHalvadહળવદના અજીતગઢ ગામે ઈલેક્ટ્રીક શોક લાગતા મહિલાનું મોત

હળવદના અજીતગઢ ગામે ઈલેક્ટ્રીક શોક લાગતા મહિલાનું મોત

Advertisement
Advertisement

હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં આવેલી રજનીભાઇ પ્રેમજીભાઈ અગોલાની નેરી તરીકે ઓળખાતી વાડીએ ઈલેક્ટ્રીક શોક લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં આવેલ રજનીભાઇ પ્રેમજીભાઈ અગોલાની વાડીએ રહેતા કિર્તીદાબેન સામંતભાઇ ઉર્ફે અશ્ર્વીનભાઇ ચૌહાણ (ઉ.વ.20) નામની મહિલાને અજીતગઢ ગામની સીમમા આવેલ રજનીભાઇ પટેલની નેરી સીમ તરીકે ઓળખાતી વાડીએ ઇલેકટ્રીક ટી.સી પાસે અકસ્માતે ઇલેકટ્રીક શોટ લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular