મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલી રામદેવ હોટલ પાસે લાગેલા મોબાઇલ ટાવરમાંથી અંદાજે 30 હજારના કોપર કેબલની ચોર ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રી નગરમા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજા (ઉ.વ.32) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીની દેખરેખ હેઠળ આવેલ મોરબી તાલુકા લક્ષ્મીનગર ગામ પાસે રામદેવ હોટેલ પાસે આવેલ ટાવર આઇ.ડી 1290851 વાળામાંથી રૂ.30 હજારની કિંમતના અલગ-અલગ માપ-સાઈઝના કોપર કેબલ ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

