Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીના લક્ષ્મીનગર ગામ નજીક થયેલી કેબલ ચોરી કરનાર 2 તસ્કરો ઝડપાયા 

મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક થયેલી કેબલ ચોરી કરનાર 2 તસ્કરો ઝડપાયા 

Advertisement
Advertisement

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે આવેલા મોબાઇલ ટાવરમાંથી કોપરના કેબલ વાયરની ચોરી કરનાર બે શખ્સોને કોપર વાયર તેમજ એક ઇકો ગાડી કુલ રૂ.1.15 લાખ મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસ ટીમે ઝડપી પાડયા છે.

કોઇ અજાણ્યા ચોર ઇસમો મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ મોબાઇલમાંથી નાની-મોટી સાઈઝના કોપર કેબલ આશરે રૂ.30 હજારની ચોરી કરી લઇ જતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

તે દરમિયાન મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ મોબાઇલ ટાવરના કેબલ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીઓ ચોરી કરી કોપર કેબલ વાયર લઇ એક ઇકો ગાડીમાં ધરમપુરથી મોરબી તરફ આવનાર છે જે બાતમીના આધારે ધરમપુર ગામના સ્મશાન પાસે વોચ ગોઠવી એક શંકાસ્પદ ઇકો કાર નીકળતા ચેક કરતા જેમાં આ ગુનામાં ચોરીમાં ગયેલ કોપર કેબલ વાયર મળી આવતા બે શખ્સ કાટીયાભાઇ નરશીભાઈ દેવીપુજક (ઉ.વ.32) રહે, કંકાવટી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા દીલીપભાઇ પોપટભાઇ દેવીપુજક (ઉ.વ.35) રહે.વાલબાઈની જગ્યા પાસે ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાને 30 કિલોગ્રામ કોપર વાયર તેમજ એક ઇકો ગાડી પકડી અનડીટેકટ કેબલચોરીનો ગુનો ડીટેક્ટ કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular