હળવદ મોરબી રોડ પર ચરાડવા ગામથી આગળ નર્મદા કેનાલ ઠાકરધણી હોટલની સામે યુવક પોતાની ટ્રક લઈને જતા હોય ત્યારે આરોપીએ કાર રોડ ક્રોસ કરવા બાબતે યુવકને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, હળવદ પંચમુખી ઢોરા પાસે રહેતા દશરથભાઈ ઉર્ફે મુમભાઈ અમરાભાઇ ગોલતર (ઉ.વ.23) એ આરોપી સદામભાઈ રહે ચરાડવા ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી પોતાની ટ્રકમાં હળવદ માર્કેટ યાર્ડમાથી બીટી કપાસ ભરીને ટંકારા ખાલી કરવા જતા હતા ત્યારે ચરાડવા ગામથી આગળ નર્મદા કેનાલ પાસે ઠાકરધણી હોટલ સામે આ કામના આરોપીએ કાર રોડ ક્રોસ કરવા બાબતે ફરીયાદીને ગાળો આપતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇને ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




